ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ - ૪ )

(12)
  • 4.5k
  • 1.4k

પરોઢિયા સુધી વરસેલા વરસાદ પછી આ તડકો કૈક વધારે જ તેજ અગનજવાળા વરસાવી રહ્યો હોય એવું જણાતું હતું . આવા તડકામાં ગ્રામજનોએ લાકડા અને જંગલી વેલાઓ વડે જોળી બનાવી કે જેથી એમાં સુવાડીને બાબુડા ને પાછો ગામમાં લઇ જઇ શકાય . બે દિવસો વીત્યા પણ બાબુડો હજી આરામ ફરમાવી રહ્યો હતો એની પરિસ્થિતિમાં કોઈજ સુધારો દેખાતો નહોતો . ગામના મુખી બળવંતરાય ખૂબ દયાળુ માણસ હોય બાબુડાને એમને પોતાના ઘરે રાખ્યો અને જ્યાં સુધી પેલા જેવો સાજો સારો ના થાય ત્યાં સુધી એની તમામ સેવા ચાકરી , તમામ દાક્તરી ખર્ચ પોતે ઉપાડશે એવું ઘોષિત કર્યું .