પ્રતિક્ષા - 7

  • 2.6k
  • 1.1k

અનેરી તો અન્ય વિચારે વિચારવા લાગી,પણ કવનનું મન ડિસ્ટર્બ થઈ ગયું.....કૃપાલ:-"અરે શું થઈ ગયું આટલી વારમાં લંચ બ્રેક પહેલા તો મૂડ સારો હતો ભાઈ નો?"કવન:"અમસ્તુ. કંઈ જ નથી થયું".કૃપાલ:-"અમસ્તું કંઈ ન થાય બોલ શું થયું?"કવન:-"અચાનક ઘર યાદ આવી ગયું."કૃપાલ:-"તને કોઈ દિવસ ઘર ભુલાવાનું જ નથી કેમકે તારે ઘર ભુલવુ નથી, ચાલ આજે કોઈ મસ્ત ફિલ્મ જોવા જઈએ."(બંને વચ્ચે વાતચીત ચાલુ છે ત્યાં ઋચા મેમ આવે છે.)ઋચા:-"ક્યાં જવાની વાત ચાલે છે?"કૃપાલ:-"સારું થયું તમે આવી ગયા હવે સાથે ફિલ્મ જોવા જઈશું".કવન:-"અમે સાંજે ફિલ્મ જોવા જવાનું વિચારીએ છીએ."ઋચા:-"તો તો હું નહિ જોડાઈ શકું, મને એમાં રસ પડતો નથી.