કૂબો સ્નેહનો - 59

(16)
  • 2.6k
  • 2
  • 914

? આરતીસોની ? પ્રકરણ : 59 અમ્મા અને દિક્ષાના દિવસ રાત, બેચેની અને ચિંતાએ ઘેરી લીધા હતા. વિરાજની ચિંતામાં ચેનથી શ્વાસ લેવો કે ગળેથી કોળિયો ઊતારવો એમનાં માટે મુશ્કેલ થઈ પડ્યો હતો. ❣️કૂબો સ્નેહનો❣️ આવી મુશ્કેલ ઘડીમાં તો ગમેતેવી મજબૂત વ્યક્તિ હોય હલબલી જાય અને વિચાર શક્તિ હણાઈ જાય. આવા સમયે પણ અમ્માનું મગજ અનેકગણી ગતિએ દોડવા માંડ્યું હતું. બેભાન થવાનું તરકટ કરી એમાંથી રસ્તો કાઢીને આશાનું કિરણ શોધવાનું કામ કર્યું હતું. માના સ્વરૂપમાં એક નારી, જગતજનની કે જગદંબા પણ બની જાય છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. જીવનનો પૂર્વાર્ધ વટાવી ઉત્તરાર્ધમાં પ્રવેશેલા અને સાઠ વટાવી