એ જગતનો તાત ભાગ - ૨

(18)
  • 3.2k
  • 1
  • 1k

*એ જગતનો તાત* ભાગ-૨..... વાર્તા.... ૮-૭-૨૦૨૦. બુધવાર...આપણે આગળ પેહલા ભાગમાં જોયું કે કનુભાઈ મહેનત કરીને અનિલ ને ભણવા અમેરિકા મોકલે છે...હવે વાંચો બીજો ભાગ..પશા કાકાએ બાપુ ને કહ્યું કે કનુભાઈ આ તમારી જ આપેલી જમીન છે તો તમે પાછી લઈ લો અમે આખો‌ પરિવાર મહેનત મજૂરી કરીશું પણ તમે આમ છતી જમીને ‌દાડીયા મજૂરી કરો એ મને નથી ગમતું...ત્યારે બાપુએ કહ્યું કે એક વખત આપેલી વસ્તુ પાછી નાં લેવાય...અને આ જમીન નો ટુકડો એ તમારાં પરિવાર ની મહેનતથી તમારું પાલન પોષણ કરે છે એને હું મારા સ્વાર્થ માટે પાછો ના લઉં પણ થોડું શાકભાજી જ્યારે શહેરમાં પાક વેંચવા જાવ ત્યારે