મન : સંબંધ મિત્રતા નો - 53

  • 2.3k
  • 1
  • 952

બીજે દિવસે " સારું હું રહીશ " મનન બોલ્યો. " ઓહ ચાલો પાર્ટી " નિશાંત બોલ્યો. " શેની પાર્ટી ?" માનિક આવતા ની સાથે બોલ્યો. " નિયા એ બોય ફ્રેન્ડ બનાવ્યો એની " તેજસ મસ્તી માં બોલ્યો. " ઓહ ... કોણ છે એ બદનસીબ " માનિક હસતા હસતા બોલ્યો. " ખુશ નસીબ આવે " મનન એ કહ્યું. " હા મને ખબર છે પણ નિયા માટે બદનસીબ આવે. એ કોઈ ને શાંતિ થી જીવવા નઈ દે એટલે " માનિક એક દમ ખુશ થતાં ? બોલ્યો. " આ જ લાઈન હું બોલીશ જ્યારે તારી લાઈફ મા કોઈ આવસે ત્યારે " નિયા બોલી.