સુંદરી - પ્રકરણ ૭૦

(124)
  • 4.6k
  • 5
  • 2.7k

સિત્તેર “પ્રાઉડ ઓફ યુ દિકરા!” વરુણને ભેટી પડતાં હર્ષદભાઈ બોલ્યા એમની આંખોમાં પણ આંસુ હતાં. આઈપીએલની ફાઈનલમાં પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સને જીતાડવામાં મહત્ત્વનો ભાગ ભજવીને તેમજ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીતીને વરુણ ઘરે પરત આવ્યો હતો. એરપોર્ટથી ઘર સુધી સ્થાનિક અને રાષ્ટ્રીય મિડિયાએ વરુણનો પીછો કર્યો હતો અને વરુણે ઘરે આવ્યા બાદ પહેલાં પોતે પોતાનાં પરિવારજનોને મળશે અને પછી મિડિયાને જરૂર મળશે તેવી બાંહેધરી આપ્યા બાદ જ મિડિયાકર્મીઓ શાંત થયા હતા. આમતો વરુણની સફળતાથી તેના તમામ કુટુંબીજનો અને સાથેસાથે તેનો ખાસ મિત્ર કૃણાલ પણ ગૌરવાન્વિત થયા હોવાનું અનુભવી રહ્યા હતાં, પરંતુ સાથેસાથે આ