લવ યુ જીંદગી...

  • 5.1k
  • 2
  • 1.1k

પ્રિય જીંદગી, તું મજામાં અને હું પણ મજામાં! બહુ દિવસ થયાં તારી જોડે વાત જ નથી થઈ એટલે થયું લાવ થોડું તારી જોડે મારા મનની વાત કહી હળવી થાઉં. હમણાંથી હું તારાથી ક્યાંક ખોવાયેલી રહું છું એવું લાગ્યા કરે છે, આપણે એક રાહ પર જ ચાલીએ છીએ છતાં અંતર આવી ગયું લાગે છે.તને હું જેટલી માણવા માંગુ છું એટલી દુરી કેમ આવ્યા કરે છે એ સમજાતું નથી! કોઈ તો એવી ભૂલ થઈ છે મારી જેથી તારાથી અળગી રહી ગઈ છું.મારી નજર હવે ઝૂકેલી કેમ રહે છે સાચી બાબતમાં પણ? ક્યાં ગયો મારો આત્મવિશ્વાસ? મારો સચ્ચાઈનો શ્વાસ? સાદગીના સદગુણ?