માવતર

  • 2.4k
  • 474

માવતરદિપક એમ.ચિટણીસdchitnis3@gmail.com મારા નાના ગામડા ગામમાં મારી કિંમતી કારમાં બેસી...પ્રવેશ થયો... સાથે હું વિચારી રહ્યો હતો, જીવન એ કર્મ ની ખેતી જ છે,જેવું વાવો તેવું લણો. તમે જીવનમાં સારા કાર્યો કર્યા હશે તો પરમાત્મા તેનું સારુ ફળ અચુક આપતો જ હોય છે. ગામમાં એક ટેકરી હતી, જ્યાં એક ઘટાદાર ઝાડ અને ઝાડ નીચે બેચાર બાંકડા અને તેની બાજુમાં એક નાના ગોળ ઓટલા ઉપર ભગવાની નાની દેરી અને નજીકમાં જ એક ચા અને નાસ્તા ની લારી ઉભી રહેતી હતી. હું કારમાંથી નીચે ઉતર્યો, ગામડાની માટીને માથે ચઢાવી, અમારા તૂટેલા ઝૂંપડા જેવા મકાન સામે જોઈ ભીની આંખે મારા ભૂતકાળની દુઃખદ ક્ષણો હું યાદ કરી રહ્યો હતો. થોડી વાર પછી મેં અમારા ખેતર સામે જોયું.ખેતર ની વચ્ચે એક ઝાડ અને એ ઝાડની નીચે