સપના ની ઉડાન - 18

  • 3.6k
  • 1
  • 1.3k

હવે પ્રિયા સાથે બનેલી ઘટના ને પંદર દિવસ થઈ ગયા હતા. મહેશ ભાઈ અને સંગીતા બહેન ને એ પરી , વિશાલ અને તેમના પરિવાર સાથે શિમલા ફરવા ગયા હતા. પ્રિયા અને અમિત હોસ્પિટલ માં કામ હોવાથી જઈ શક્યા નહોતા. પ્રિયા એ આ વાત તેમને જણાવી નહોતી, અને અમિત ને પણ કહેવાની ના પાડી હતી , કેમ કે આ વાત સાંભળી તેઓ પોતાનો પ્રવાસ મૂકી ને તેની ચિંતામાં અહી પાછા આવતા રહેત જે પ્રિયા ને પસંદ નહોતું. આજે તેઓ સાંજ સુધીમાં અહી ઘરે પહોંચી જવાના હતા. પ્રિયા એ વિચાર્યું કે આજે બધા ઘરે આવે પછી બધાને સાથે