ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 15

(54)
  • 3.2k
  • 3
  • 900

ભેંદી ઘટના.. ********* આછું અંધારું ધીમે ધીમે ગાઢ થઇ રહ્યું હતું. માર્ટિન જગલમાંના એક તળાવ પાસે રોબર્ટ અને મેરીને લઈ આવ્યો. તળાવ જોતાં જ મેરી તો ખુશીથી નાચી ઉઠી. રોબર્ટ પણ ખુશ-ખુશ થઇ ગયો. પહેરેલ કપડે જ રોબર્ટ અને મેરી આનંદ સાથે નહાવા લાગ્યા. "તમે બન્ને નાહી લો હું થોડોક દૂર બેઠો છું.' તળાવના પાણીમાં નાહી રહેલા રોબર્ટ અને મેરી સામે જોઈને માર્ટિન બોલ્યો. "હા પણ તું અહીંયા આજુબાજુ જ રહેજે. પડાવ તરફ ચાલ્યો ના જતો. અમે નાહી રહ્યા પછી પડાવે સાથે જઈશું.' માર્ટિન સામે જોઈને રોબર્ટ બોલ્યો. "હા હું અહીંયા જ આજુબાજુમાં હોઇશ. નાહી રહ્યા બાદ તમે મને ફક્ત