ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 20

(43)
  • 2.7k
  • 1
  • 786

માદા હાથીએ બચ્ચાને જન્મ આપ્યો.. *********************** રાતે હાથીની ચીસ સાંભળીને મેરી જાગી ઉઠી. એણે ઉઠીને આજુબાજુ જોયું તો તેઓ સૂતા હતા એનાથી થોડેક દૂર એક માદા હાથી નીચે જમીન ઉપર આળોટીને ચીસ પાડી રહી હતી.એ માદા હાથીની ચીસ સાંભળીને એની આસપાસ બીજા બે ત્રણ હાથીઓ આમતેમ ફરી રહ્યા હતા. મેરીએ રોબર્ટ સામે જોયું તો રોબર્ટ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. "રોબર્ટ.. ઉઠોને.' ઊંઘી રહેલા રોબર્ટને જોરથી ઢંઢોળતાં મેરી બોલી. મેરીએ રોબર્ટને જોરથી ઢંઢોળ્યો એટલે રોબર્ટ એકદમ ઝબકીને જાગી ગયો. "શું થયું મેરી ?' આંખો ચોળતા રોબર્ટે મેરીને પૂછ્યું. "અરે પેલી તરફ જો પેલી માદા હાથી નીચે પડીને ક્યારની ચીસો પાડી