સપના ની ઉડાન - 23

  • 3.8k
  • 1
  • 1.3k

આપણે આગળ જોયુ કે પ્રિયા અને બીજા ડોક્ટર અનિરુદ્ધ ની વાત સાંભળી જાય છે. અનિરુદ્ધ ને લાગ્યું કે પાછળ કોઈક છે એટલે તે ફર્યો તો પ્રિયા , રોહન અને બીજા ડોક્ટર ઊભા હતા. અને તેની સામે ગુસ્સા ની નજરે જોઈ રહ્યા હતા. અનિરુદ્ધ સમજી ગયો કે મારી વાત આ લોકો સાંભળી ગયા છે. તરત પ્રિયા ગુસ્સા માં બોલી " હાઉ ડેર યુ ડૉ. અનિરુદ્ધ !! તમે આવું કરી શકો એ મે સપના માં પણ નહોતું વિચાર્યુ. " રોહન બોલ્યો, " ડોક્ટર તમે તમારા સ્વાર્થ માટે એક નિર્દોષ ની જાન લઇ લીધી. અને તેનો દોષ અમારા પર લગાવ્યો...