માનવસ્વભાવ - 4 - મોહ

  • 3.3k
  • 1.2k

તારી દુરીઓએ કંઈક નવું શીખવાડ્યું મને, મારી જ નજીક એ લઈ ગઈ મને.... આશિષ અને શ્વેતા. એકબીજા વગર અધૂરા. બી.કોમ.ના પ્રથમ વર્ષે જ જી.એલ.એસ. કોલેજમાં બંને મળ્યા. અને બંને વચ્ચે દોસ્તી થઈ. શરૂઆતમાં તો બંને જણા બધા જ લેક્ચરસ અટેન્ડ કરતા. પણ ધીમે-ધીમે દોસ્તોનો સાથ મળતા અને એક કોમન ગ્રૂપ થતા એ લોકો લેક્ચરમાં બન્ક મારવા લાગ્યા. ત્યારબાદ તો સામેના પ્રખ્યાત બગીચામાં બેસવા લાગ્યા. અને એ પછી તો રિવરફ્રન્ટ, થિયેટર્સ, મોલ અમદાવાદની કોઈ જગ્યા ફરવા માટે બાકી ન રાખી. એમના ગ્રૂપમાં ધીમે-ધીમે બધા જ કપલ(કોલેજમાં ટાઈમપાસવાળા લવરિયા) બનવા લાગ્યા. છેલ્લે બચ્યા માત્ર આશિષ અને શ્વેતા. એ બંને આમ તો દોસ્ત