લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-1

(115)
  • 14.2k
  • 12
  • 4.7k

લવ રિવેન્જ-2 Spin Off Prologue સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને આટલો અભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ મને મેસેજમાં અને કોમેન્ટમાં ફીડબેક અને પ્રતીભાવ આપ્યાં. જે પ્રથમ ભાગના દરેક ચેપ્ટરને લખતી વખતે ઘણાં ઉપયોગી થતાં. આમ લવ રિવેન્જના પ્રથમ ભાગની સફળતાનો બધોજ આધાર વાચકોના પ્રતીભાવ ઉપરજ હતો. વાચકોના પ્રતીભાવ અને આવકારને લીધેજ લવ રિવેન્જ નવલકથાનો પ્રથમ ભાગ હવે કેટલાંક નવાં “કન્ટેન્ટ” અને ચેપ્ટર સાથે ટૂંક સમયમાં “હાર્ડકોપી”માં રીલીઝ થવાં જઈ રહ્યો છે. (પ્રથમભાગ હાર્ડકોપીમાં રીલીઝ થયાં બાદ બીજો ભાગ “Spin Off” પણ હાર્ડકોપીમાં રીલીઝ થશે).