સમયના આયોજનથી સંતોષનું સુખ! – દિવ્યેશ ત્રિવેદી

  • 1.1k
  • 2
  • 204

અંગ્રેજીમાં સમયને નાણાં સાથે સરખાવ્યો છે. ‘Time is Money.’ કદાચ એથી જ અંગ્રેજો સમય પાલનમાં ચુસ્ત દેખાયા છે. સમયપાલન એ ખરેખર તો સમયના વહીવટનું એક અંગ છે. પરંતુ સમયને જયારે નાણાં સાથે સરખાવામાં આવે ત્યારે બે બાબતો નોંધપાત્ર બને છે. એક તો એ કે સમય ખૂબ કિંમતી છે. પૈસા જેમ વેડફવાનું આપણને પોસાય નહિ એમ સમય વેડફવાનું પણ પોસાય નહિ. વળી ક્યારેક આપણે આનંદપ્રમોદ ખાતર પૈસા બેફામ વાપરી નાખીએ છીએ એમ સમય પણ સુખ અને આનંદ માટે ખર્ચી શકાય, પરંતુ પૈસા ઉડાડતી વખતે પણ આપણે આગળ –પાછળનો વિચાર કરવો પડે છે. એ જ રીતે સમયનો ઉડાઉ ખર્ચ કરતી વખતે આગળ-પાછળનો