આરોહ અવરોહ - 15

(105)
  • 5.9k
  • 2
  • 3.8k

પ્રકરણ – ૧૫ આધ્યા જે રીતે મલ્હારની વાત સાંભળીને ઉભી થઈ અને ફટાફટ નીચે તરફ ભાગી એ જોઈને અકીલા તો સ્તબ્ધ જ થઈ ગઈ. એવું પણ નથી કે મલ્હાર ઘણીવાર પહેલાં આવેલો હોય, બંને વચ્ચે એવાં કોઈ નજદીકી સંબંધો હોય. એ ફક્ત પહેલીવાર આવ્યો અને એ પણ એક રાત રહ્યો એ પણ એની તબિયત ખરાબ હતી એવી સ્થિતિ જ, તો પછી શું કારણ હશે આધ્યાનું આમ જવાનું? અકીલા આધ્યાની મનોભાવના સમજવા મથા રહી. અકીલા પણ આધ્યાની પાછળ પાછળ ગઈ. સીડી ઉતરતાં કદાચ અશક્તિને કારણે એકવાર પડતાં પણ રહી ગઈ પણ અકીલા એની પાછળ આવી ગઈ હોવાને કારણે એ બચી ગઈ.