પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૨

(62)
  • 4.3k
  • 4
  • 2.7k

કીર્તિ ને ફરતે પોલીસ ઉભી હતી. આજુ બાજુ ભેગા થયેલા માણસો ને પોલીસ ત્યાં થી દુર કરી રહી હતી. દૂર ઉભેલા ટોળાઓ અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. કીર્તિ તો બહુ હિમ્મત વાળી છોકરી હતી. એકલી રહેતી પણ તે કોઈ થી ડરતી ન હતી. ઘણા લોકો ને આત્મહત્યા કરતા બચાવ્યા છે. કીર્તિ એ આત્મહત્યા કરી હોય એવું માનવામાં ન આવે. નક્કી કઈક રાજ છૂપાયેલું હશે.ત્યાં બીજો એક માણસ બોલ્યો. જે પણ થયું તે સારું નથી થયું. જેણે કર્યું હોય તેને ભગવાન જ સજા આપે.ચાલો... ચાલો.. નિકળો અહીંથી નહિ તો પોલીસ અહી આવીને ઘણા સવાલો કરવા લાગશે.પોલીસે કીર્તિ નું પંચનામુ કર્યું અને