પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૮

(58)
  • 4.7k
  • 5
  • 2.5k

લોહી લુહાણ હાલતમાં પડેલ વિક્રમ ને પોલીસ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પીટલ ખસેડે છે. અને ત્યાં ઉભેલા માણસો ને પૂછે છે. શું થયું હતું અહી..?વિક્રમ ને કોણે માર માર્યો..?ઉભેલા બધા માણસો જાણે કે કઈ જાણતા ન હોય તેમ ચૂપ રહ્યા. બે ત્રણ વાર પોલીસે કહ્યું. આપ કઈ જાણતા હોય તો કહો..?તો પણ કોઈ કઈ બોલ્યું નહિ, પણ દૂર ઊભેલો એક યુવાન પોલીસ પાસે આવી ને કહે છે. સાહેબ પાકું તો કહી નહિ શકુ પણ હું જ્યારે આ બિલ્ડિંગમાં આવી રહ્યો હતો ત્યારે મને એક યુવાન મારી સાથે દાદર ચડતી વખતે ટકરાયો હતો. તેનું મો આખું કપડાં દ્વારા ઢંકાયેલી હતું. પણ કપડાં જોતા એવું લાગ્યું