બારણે અટકેલ ટેરવાં - 2

  • 2.7k
  • 1
  • 1.2k

| પ્રકરણ – 2 | કોલેજકાળ.... જેણે કોલેજનું પગથીયું જોયું, ક્લાસની એક અલગ કિસમની બેંચ પર બેઠાને આજુબાજુ જોયું... ને લેકચરના ધોધ વચ્ચેથી એકાદ અમીદ્રષ્ટિનું પાન કર્યું...આહ્હા. મસમોટી મૂડી બંધાઈ જાય. તે થયું આપણને ય કોલેજમાં એક કનેક્શન થયું.    વાત એમ બની કે મને 55 મિનીટના એક લેક્ચરમાં લગભગ 37મી મીનીટે એમ થયું કે કાં તો મારી લીંક તુટે છે, કાં તો પ્રોફેસરની. પણ, પ્રોફેસ્રર તો એકધારા કે એકઢાળિયા પ્રવાહમાં ચાલી રહેલા.. એટલે મેં એન્ગલ ફેરવ્યો. ને રોજ જે દિશામાં જોતો ત્યાં વધુ ફોકસ થયું, એમ જ, અચાનક ઢાળ મળે ને પાણી દદડે એમ જ. તે લટકતી લટ, મંડાતી