The door slammed shut - 2 books and stories free download online pdf in Gujarati

બારણે અટકેલ ટેરવાં - 2

| પ્રકરણ – 2 |


કોલેજકાળ.... જેણે કોલેજનું પગથીયું જોયું, ક્લાસની એક અલગ કિસમની બેંચ પર બેઠાને આજુબાજુ જોયું... ને લેકચરના ધોધ વચ્ચેથી એકાદ અમીદ્રષ્ટિનું પાન કર્યું...આહ્હા. મસમોટી મૂડી બંધાઈ જાય. તે થયું આપણને ય કોલેજમાં એક કનેક્શન થયું. 

 

વાત એમ બની કે મને 55 મિનીટના એક લેક્ચરમાં લગભગ 37મી મીનીટે એમ થયું કે કાં તો મારી લીંક તુટે છે, કાં તો પ્રોફેસરની. પણ, પ્રોફેસ્રર તો એકધારા કે એકઢાળિયા પ્રવાહમાં ચાલી રહેલા.. એટલે મેં એન્ગલ ફેરવ્યો. ને રોજ જે દિશામાં જોતો ત્યાં વધુ ફોકસ થયું, એમ જ, અચાનક ઢાળ મળે ને પાણી દદડે એમ જ. તે લટકતી લટ, મંડાતી આંખ, સ્માઇલોત્સુક હોઠ, ફેર તો નહી પણ અફેર થાય એવી સ્કીન. (એણે મારામાં શું જોયું એ પછી વાતચીતમાં આવશે). અચાનક ઘરરર અવાજ આવ્યો. 55 મીનિટ થઇ ગઈ. જ્ઞાનમાંથી બેધ્યાન થઇ ને અંતર્ધ્યાન ક્યારે થઇ ગયા એ ધ્યાન જ ના રહ્યું. બહાર નીકળ્યા. 

 

બેલ ના વાગી હોત તો... હજી જોયા જ કરત તને. – સુગમ નામ મારું 

 

બોલ નહિ સકતી, સમજ લેતી હું ગુજરાતી – સિર્ફ દેખના હી થા ક્યાં ? – મોનિકા બેનર્જી 

ઓહ ! ખુબ ભાલો ! આમી... બોત ખુશ ! – મને બહુ ઈચ્છા છે કલકત્તા જવાની. બંગાળી થીએટર. દિગ્ગજ દિગ્દર્શકો. હાવરા બ્રીજ. ટ્રામ. શાંતિ નિકેતન... :ઓહ.. કેટલું બધું એક જ શહેરમાં – જાયેંગે કભી સાથ મેં. 

 

તુમી ગુજરાતી લોગ બોત જલ્દ ઘુલ મિલના જાનતે હો. we take some time. 

 

અરે ! હમ તો મીઠા ખાતે હે.. તો મીઠે હો જાતે હૈ અક્સર. સક્કર કી તરહ મીલ જાતે હૈ.. બસ સામને.. દૂધ હોના ચાહીએ !.

 

બાતે અચ્છી કરતે હો.. ચલો ચાય પીતે હૈ. 

 

ને આ રીતે ક્લાસથી કીટલી પર આવ્યા. ચા ની ચૂસકીની સાથે બહુ મસ્તીભરી વાતો થઇ. મોનિકા મૂળ કલકત્તાની જ. ફાધર ગવર્ન્મેન્ટ ઓફિસર તે બે વર્ષ પહેલા ગાંધીનગર આવ્યા. ને આમ, એ ગ્રેજ્યુએશન કરવા અહી આવી. મારી જેમ મેરીટ અને ચોઈસનું કોમ્બીનેશન અહી set થયું. આમ બહુ મિક્સિંગ અને થોડી બોલ્ડ છોકરી. પણ ઇઝીલી અવેલેબલ નહી. નેચર લવર. કોઈક લોકલ નેચર કેમ્પસ કરતી સંસ્થા સાથે જોડાયેલી પણ. એકવાર મને કહે – 

 

સુગમ, તુજે Star Gazing કરના હૈ ?

 

અરે ઇસ શહરી બસ્તીમેં ગીને ચુને star દેખકે ક્યાં કરના. 

 

સ્ટુપીડ, યહાં સે નહી દેખને હૈ. યહાં સે 30 કિલોમીટર આગે રીવર હૈ. ઉસકે કિનારે પે જાના હૈ. ચલ ના બહોત મઝા આયેગા. daitng ભી હો જાયેગી. 

 

હવે આવું સાંભળીને કોણ ના પડે ? 

 

કોઈ એક નક્કી કરેલી જગ્યાએ બધાએ મળવાનું હતું. અમુક લોકો વેહિકલ પર આવે ને અમુક કૈંક કોમન વેહિકલમાં જાય એવું ગોઠવાયેલું. થોડાક ઉત્સાહી વિદ્યાર્થીઓ ને થોડા અન્ય આવ્યા. કોમન વેહિકલ આવ્યું. હું એક દોસ્તારનું બાઈક લઇ આવેલો. મોનિકા ગોઠવાઈ ગઈ પાછળ. ને.. ઉપડ્યા.. સૌ પ્રથમ માદક સફરે.. ઉપર આકાશ સરકે.. નીચે જમીન.. એક અનેરી ઝણઝણાટી શરીરમાં. હૃદયમાં ધબકાર હતો કે થડકાર.. ખબર નહી. 19 વર્ષની ઉમરે એ પ્રથમ સ્પર્શ. લગભગ 40 મિનીટની સફર. 

 

યહાં રુક જાઓ ! 

 

અચાનક મોનિકાનો આવાજ આવ્યો ને મને ખ્યાલ આવ્યો કે હમણા અહી અટકવાનું હતું. 

 

૩0 કિલોમીટર કહા નિકલ ગયા, પતા હી નહી ચલા.

 

તુમ તો પહેલે સે હી આસમાન મેં ઉડ રહે થે. star gazing તો બાકી હૈ.

 

ફ્યુઅલ હી ઇતના તેજ થા કી.. ઉડના હી પડા. 

 

ધીરે ધીરે બધા આવ્યા. એક મિડલ એજ્ડ વ્યક્તિ બધાને સમજ આપતા હતા સ્ટાર્સ વિષે.

 

આ એક. બે ત્રણ... સાત થયા.. ને આકાર જુઓ સપ્તર્ષિ.

 

આ એક પારધી – એનું બાણ - મૃગશીર્ષ. 

 

પેલો લાલ છે એ Mars મંગળ. પેલો મોટો તારો ગુરુ. અને ચમકતો –

 

શુક્ર – વિનસ : હું અને મોનિકા એકસાથે બોલ્યા. 

 

બરાબર પેલા ભાઈ બોલ્યા અને કહ્યું કે આવતા અઠવાડિયે આવશું તો ચન્દ્ર અને શુક્રની યુતિ જોવા મળશે. હવે તમે તમારી રીતે જોઈ શકો છો. જુઓ મનભરીને આ વિશાળ આકાશને. 

 

ખરેખર આ જગ્યા જબરદસ્ત હતી. સાવ કાળું ડીબાંગ ચારે બાજુ. ને ઉપર નિરભ્ર આકાશ. એકસાથે કેટલાય ચિત્રો દોરવાની પ્રતિજ્ઞા જ કરી. 

 

ક્યા સોચતા હૈ.. ચલ આગે જાતે હૈ 

 

મોનિકા, યાર તુને તો લાઇફ ટાઇમ એક્પીરીઅન્સ કરવા દિયા. its like another world. આકાશ મેં જેસે મેલા લગા હૈ.. તારોં કા.. ઔર એ શેપ્સ જૈસે વો મેલેમે formation બનાકે dance કરકે સ્થિર મુદ્રામે આ ગયે હૈ અબ.

 

મૈ પૂછને હી વાલી થી તુ Artist હૈ ક્યા ?

હા ! paintigs.. કરતા હું. કૈસે પતા ચલા ?

 

મોનિકા એ મારો હાથ પકડ્યો.. પછી.. આંગળી બતાવી.. long figures !

 

બસ. પછી તો અમે એક નાના સપાટ ખડક જેવા પર બેસી ગયા. તારાઓ નો અનેક ડીઝાઈન્સ ઓળખી. વચ્ચે વચ્ચે વાદળો સરકતા તો એટલા ભાગના તારાઓ છુપાઈ ને પાછા બહાર આવે. 

 

ઓહ ! માય વિશ – આઈ મિસ્ડ ઈટ. – મોનિકા 

 

કેમ અચાનક ? શું થયું – હું

 

કહતે હૈ કોઈ સ્ટાર આકાશ સે ગિરતા દિખાઈ દે, ઉસ વક્ત કોઈ વિશ કરો તો પૂરી હો જાતી હૈ ! 

કુછ ગિરતા હૈ, વો વિશ કૈસે પૂરી કરેગા 

 

ગિરતા દિખતા હૈ – શાયદ આપકી વિશ ઢૂંઢને નીકલ પડા હો 

 

ગીરને કે બાદ વિશ કરતે હૈ.. હમ તો !?

 

ઇતના તેજ હૈ ઔર ઊંચાઈ પર હૈ. સોચ ભી ઊંચી ઔર તેજ હોગી.

 

સોચતી તો તું ભી તેજ હૈ.. !

 

મોનિકા એ મારી સામે થોડીવાર જોયું. હસીને ફરી આકાશમાં જોયું. એના એરીન્ગ્સ હલ્યા. એની ઉપર પ્રકાશ આવ્યો ચન્દ્રનો. થોડા પડછાયા પડ્યા. ને મારી નજર આકાશમાં ગઈ.. એ.. એ આ star ગયો... ! હું હજી વિશ વિષે વિચારું એ પહેલા ખરી ગયો.

 

પછી તો બીજી જગ્યા પકડી બેસવાની. જગ્યા ખરેખર અદભૂત હતી. આસપાસ કોતરો, વહેતી નદી. પાણીનું સંગીત પહેલીવાર સાંભળ્યું. મોનિકા કૈંક ગણગણતી હતી. બંગાળી ભાષામાં ને ફરવા લાગી. હું ય કૈંક ગાતો – ગણગણતો ફરવા લાગ્યો. એક જગ્યા આવી ત્યાં ફરી ભેગા થયા. સવાર પડવાને બહુ વાર નહોતી. થોડીવાર પછી એક Whistle વાગી.

 

ચલો કોલ આ ગયા – મોનિકા 

યહાં કૈસે કોલ આયેગા ? – હું 

અરે, યહાં સે જાના હૈ અબ. વો બતાને કે લીએ.. અભી જો whistle બજી ના વો ઉસકે લીએ થી. – મોનિકા 

આદત નહિ હૈ ના, એસે સિગ્નલ કી – હું

સિગ્નલ સમજના જરૂરી હૈ, સ્વીટી – મોનિકા 

 

,.. ને હું સિગ્નલ શોધતો,યાદ કરતો, ઉકેલતો bike પર ગયો, એ પણ ગોઠવાણી. દરેક પ્રકારની રોચકતાના કેફમાં આવી પહોચ્યા પાછા. 

 

ઘડિયાળના કાંટામાં દિવસો ફર્યા, કેલેન્ડરમાં મહિના ને વર્ષ ફરફર્ચા ચા ની કીટલી, નાની મોટી રેસ્ટોરન્ટસ, કોલેજ કેમ્પસ, પીક્નીક્સ, નોટ્સની આપ-લે, પિક્ચર (કોર્નર સીટમાં )...સડસડાટ.

 

છેલ્લા સેમેસ્ટરની એક્ઝામ પૂરી થઇ. 

અમે એક કેમ્પસના એક વિશાળ મેદાનમાં બેઠા. હાથમાં ચણા જોર ગરમ ની પડીકી હતી. મસાલેદાર ચણા ખવાયા. છેલ્લો મસાલો વહેંચી લીધો. મોનિકા એ ખાલી કાગળમાંથી પ્લેન બનાવ્યુ, ને ઉડાડી દીધું.... ,,,!