સુંદરી - પ્રકરણ ૮૧

(131)
  • 4.6k
  • 8
  • 2.5k

એક્યાશી ઈશાનીએ શ્યામલના જે હાથનો ખભો પકડ્યો હતો એ જ હાથને શ્યામલે કોણીએથી વાળીને તેને શાંત રહેવાનો ઈશારો કર્યો. પરંતુ ઈશાની રઘુના અચાનક હુમલાથી, ભલે પછી તે શાબ્દિક હુમલો જ હતો તેમ છતાં તે અત્યંત નજીકથી કરવામાં આવ્યો હતો તેથી તેનાથી ખૂબ ગભરાઈ ગઈ હતી. ઈશાનીનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો, એના શ્વાસ અત્યંત ઝડપથી ચાલી રહ્યા હતા અને દર સેકન્ડે એ શ્યામલના ખભા પર પોતાની આંગળીઓની પકડ મજબુત બનાવતી તેની પીઠ પાછળ વધુને વધુ છુપાવાનો પ્રયાસ કરી રહી હતી. “અરે! તું તો આ ચાવાળાની દિવાની નીકળી... થોડું તો સ્ટાન્ડર્ડ રાખ હેં? ચલ એમ ગભરાવાનું ન હોય, હું