હિંમતવાન બાળકો

  • 7.2k
  • 2
  • 2.4k

હિંમતવાન બાળકોDIPAK CHITNIS (dchitnis3@gmail.com) …………………………………………………………………………………………………….. ઘણાં સમય પહેલાની વાત છે. એક મોટું અને ગીચતા ધરાવતું જંગલ હતું. ગીચતા એટલી હતી કે, તેમાંથી દિવસે પસાર થવું હોય તો પણ ભય લાગે. એટલે જ આ ગીચતાથી ભરેલા ભરચક જંગલને ચોર-લુંટારાઓ માટે છુપાવા નું અતિશ્રેષ્ઠ સ્થાન તરીકે જાણીતું હતું. જંગલની આસપાસ ઘણાં નાના ગામડાં હતા. એક દિવસ સાંજના સમયે, આવા જ એક ગામનો ગોવિંદ નામનો કઠિયારો આ જંગલમાંથી પસાર થઇ રહેલ હતો. એ લગભગ જંગલની વચ્ચે જ પહોંચ્યો હશે ત્યાં તો, અચાનક એક માણસ બાજુની ઝાડીમાંથી બહાર આવ્યો.ગોવિંદે તેને પૂછ્યું કે, એ ભાઇ કોણ છે તું ? તો એ માણસે જવાબ આપતા કહ્યું, “તમારે ડરવાની જરૂર નથી, હું તો એક મજૂર (સામાન ઊંચકનાર) છું. તમારી પેટી બહુ વજનદાર લાગે છે, લાવો હું એ ઊંચકી લઉં!”ગોવિંદને થયું કે, “આ