અજીબ કહાની પ્રિયાની....29

(29)
  • 3.2k
  • 2
  • 1.3k

મીત હવે મોટો થઈ ગયો હતો. પ્રિયા એને હવે ભણાવતી નહોતી. મીતને ભણાવવા માટે એક સર ઘરે આવતાં હતાં. નામ એમનું દક્ષેશ સર. એ સર ખૂબ જ નમ્ર અને વિવેકી હતાં. પ્રિયાની સાથે વાતો કરવાનું એમને ખૂબ જ ગમતું હતું. એ અવાર- નવાર પ્રિયાનાં વખાણ કરતાં, પ્રિયાનાં હાથની ચા એમને બહુ ભાવતી એટલે રંજનબેનને ચા બનાવવા માટે ના પાડતાં ને પ્રિયા જ એમનાં માટે ચા બનાવે એવો એ આગ્રહ રાખતાં. પ્રિયાને પણ એમની સાથે વાતો કરવું ગમવા માંડ્યું હતું, એમની સાથે ફાવવા લાગ્યું હતું. દક્ષેશ સર આવે એટલે એનાં મનનો ખાલીપો થોડીવાર માટે ભરાઈ જતો હતો. થોડાંક જ મહિનાઓમાં બેય