કોમન પ્લોટ - 5

  • 3.3k
  • 988

વાર્તા- કોમન પ્લોટ-5 લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 રઘુવીર સોસાયટીના રહીશો વેકેશનમાં સુંદર સામાજિક નાટકોનો રસાસ્વાદ માણી રહ્યા હતા.રતનલાલ સંચાલકે એક પછી એક ચડિયાતા સામાજિક નાટકો રજુ કરીને લોકોને પ્રેમ જીતી લીધો હતો.વડીલોતો‌ ઠીક પણ નવી પેઢી નાટકોમાં રસ લઇ રહી હતી.કયારે સાંજ પડે અને પોતપોતાની ખુરશીઓમાં ગોઠવાઇ જઇએ એવો બધાને રસ‌ પડી ગયો હતો. દિવસ દરમિયાન કોઇ રતનલાલ ને મળવા માગતું હોયતો તેઓ મળતા.કોઇ સામાજિક પ્રશ્નો ની ચર્ચા કરતા.પણ એમનો કોઇ કલાકાર દિવસ દરમિયાન કોઇને જોવા ના મળતો.કોઇ એમને આ બાબતે પૂછતું તો એમનો જવાબ એવો રહેતો કે જે કલાકારો રોજ અલગ અલગ ભૂમિકાઓ ભજવતા હોય એ લોકો જો