સુંદરી - પ્રકરણ ૮૭

(106)
  • 5.5k
  • 2.4k

સત્યાશી “તને ખરેખર લાગે છે કે આ આઈડિયા કામમાં આવશે?” અરુણાબેને શંકા વ્યક્ત કરી. “કેમ નહીં? વરુણ મારી વાત થોડી ટાળશે? તમે જો જો આપણે એક કાંકરે બે પક્ષીઓ મારીશું.” સુંદરી હસી રહી હતી. “તને આટલો વિશ્વાસ છે તો પછી ભલે એમ કરીએ.” અરુણાબેને સુંદરીના ગાલ પર ટપલી મારી. “પણ તમે મન્ડે મારી સાથે પ્રિન્સી સરની કેબિનમાં આવશોને? જો જો તે દિવસે આવવામાં મોડું ન કરતાં. જો આપણા કરતાં જયરાજ પહેલાં એમને મળી જશે તો તકલીફ ઉભી થઈ જશે.” સુંદરીએ અરુણાબેનને ચેતવ્યા. “ના ના, હું સમયસર આવી જઈશ. આમ પણ સત્રનો પહેલો દિવસ છે એટલે મોડું તો અમસ્તુંય ન