લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-4 કોલેજનું બીજું વર્ષ... “ભાઈ....! બધાં મેરેજ પ્રસંગોમાં આપડાં બેયનું પપ્પાં જોડે જવું જરૂરી છે...!?” આરવે પોતાની શેરવાનીનાં કોલરનું ઉપલું બટન ખોલતાં-ખોલતાં જોડે ઉભેલાં સિદ્ધાર્થને ધીરેથી પૂછ્યું. “છેલ્લાં પંદર દિવસમાં જેટલાં ઇન્વિટેશન હતાં....! પપ્પાં એ બધાંયને ત્યાં આપડને લઈ ગ્યાં છે...!” આરવ મોઢું બગાડીને બોલ્યો “અને એ પણ આવી બફારો મારતી ગરમીમાં ફરજિયાત શેરવાની પેરાવીને..!” “હી...હી...!” આરવની જેમજ શેરવાની પે’રીને ઉભેલો સિદ્ધાર્થ હળવું હસ્યો પછી ટોંન્ટમાં બોલ્યો “કેમ...!? તું લાડકો નઈ એમનો...! ઇન ફેક્ટ બધાંનો...!?” “બે યાર પણ બધાં મેરેજ ફંકશનમાં....!?” “હી..હી...! તને નઈ ખબર....!?” સિદ્ધાર્થ ફરીવાર એજરીતે બોલ્યો “તું હવે મોટો થઈ ગ્યો