એક પૂનમની રાત - પ્રકરણ-5

(138)
  • 8.9k
  • 9
  • 6.6k

એક પૂનમની રાત પ્રકરણ-5 દેવાંશે આજે મીલીંદનાં ઘરની વાત કરી એમાં તરલીકાબહેનને અંગીરા યાદ આવી ગઇ આમ પણ એનાં જનમ પછીજ વિક્રમસિહને પ્રમોશન થયુ હતું એ PSI થઇ ગયાં હતાં. અંગીરાની એ આખરી ચીસ એટલી ભયાનક અને દર્દનાક હતી કે એમનું કાળજુ, ચીરાઇ ગયેલું એ લોહીનાં ખાબોચીયામાં અંગીરાનો તરફડતો દેહ એમની આંખ સામેથી ખસ્યો નહોતો વહાલી દીકરીને આંખ સામે મોતનાં મુંખમાં જતી જોઇ રહી એમનાં હાથની પકડ છૂટી એમાં પોતાનો વાંક લાગ્યો હતો. પોતાની જાતને એટલી કોસી હતી કે આજે પણ એ ચીખ એમનાં હૃદયમાં અંગારાની જેમ સળગતી હતી. રડી રડીને આંખો સૂજી ગયેલી કેટલાય દિવસ સુધી અન્ન મોઢામાં નહોતું મૂક્યું