એકાણું “તમે કહી રહ્યા છો જો એમ થાય તો તો આપણી કોલેજનું ગૌરવ જરૂર વધશે. કદાચ આપણી કોલેજના ઇતિહાસમાં કોઈએ ન જોયો હોય એવો ઉત્સાહ જોવા મળશે. શું આ ખરેખર શક્ય છે ખરું?” સુંદરીનો પ્રસ્તાવ સાંભળીને પ્રિન્સિપાલે તેમના મનમાં રહેલી રહીસહી શંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો. “હું પ્રોમિસ આપું છું સર. પરંતુ તેમ છતાં એવું હોય તો આપણે જાહેરાત તમને પૂરી રીતે સંતોષ થાય ત્યાર પછી કરીશું. એક કામ કરીએ, આપણે આજકાલમાં લંચ પર ભેગા મળીએ અને નક્કી કરી લઈએ. અહીં તો એ મિટિંગ પોસિબલ નથી સર, યુ કેન અન્ડરસ્ટેન્ડ. નહીં તો કેઓસ થઇ જશે.” સુંદરીએ બરોબર રીતે પોતાની