એક ચુટકી સિંદૂર કી કિંમત - 12

(32)
  • 2.8k
  • 1k

પ્રકરણ-બારમું/૧૨‘મતલબ કે, એક સદ્ધર અને સંપતિ સંપ્પન પરિવારની એકમાત્ર દીકરી હોવા છતાં તેમનામાં મિલકતની મોટાઈ અથવા ઊંચનીચના ભેદભાવનો કોઈ અંશ નથી. લાસ્ટ યર ચિત્રા મેડમના ફેમીલી સાથે જયારે અમે સૌ બે દિવસ માટે મહાબળેશ્વર ગયા હતાં ત્યારે મને વૃંદા મેડમની પ્રશાંત અને તરલપ્રકૃતિનો પરિચય થયો. મારી સમજણ મુજબ જ્યાં સુધી હું તેના અંગતસ્વભાવથી અવગત છું, તેના પરથી એટલું કહી શકું કે, તું જેટલો તેમની નજીક છે ત્યાં સુધી કોઈ સરળતાથી ન પહોંચી શકે.’‘મતલબ ?’ મિલિન્દે પૂછ્યું,‘મિલિન્દ, હવે તને નથી લાગતું કે છતી આંખે તું અંધની ઓવર એક્ટિંગ કરી રહ્યો છે ? વૃંદા મેડમનો ફ્રેન્ડ તું છે, અને એ પણ ક્લોઝ.