એક ચુટકી સિંદૂર કી કિંમત - 19

(49)
  • 2.9k
  • 1
  • 1.2k

પ્રકરણ-ઓગણીસમું/૧૯‘પણ..વૃંદા તે થોડીવાર પહેલાં એમ કહ્યું કે, મિલિન્દને તો કદાચ, એ પણ ખબર નથી કે, તું તેને પ્રેમ કરે છે, અને તેમ છતાં તારું એ એકતરફી આટલું તટસ્થ ડીસીસન લેવાનું કારણ મને ન સમજાયું. મિલિન્દ પ્રથમ પગથિયે પગ માંડે એ પહેલાં તું સડસડાટ કરતી છેલ્લે પગથિયે પહોંચી જાય એ તને કંઇક અજુગતું નથી લાગતું ? અને માની લઈએ કે, આવતીકાલે મિલિન્દ તેની કોઈ મજબૂરી આગળ ધરીને પીછેહઠ કરી લ્યે તો..?શશાંકના શાતિર દિમાગે વૃંદાને તેના પક્ષે મજબુત લાગતાં કેસની સૌથી નબળી કડી પકડી પાડતા કહ્યું,બસ.. આ મુદ્દાનો ઉલ્લેખ થતાં જ વૃંદાની વેગીલી અસ્ખલિત વાણી, વિચાર પર સજ્જડ બ્રેક લાગી ગઈ. અત્યાર