એક ચુટકી સિંદૂર કી કિંમત - 22

(47)
  • 3.2k
  • 3
  • 1.1k

પ્રકરણ- બાવીસમું/૨૨સતત છેલ્લાં એક કલાકથી જશવંતલાલે તેના અંદાજમાં જીગરી દોસ્ત જગન રાણાની જિંદગીની અકલ્પનીય ચડાવ ઉતારનો જે રીતે વિસ્તારથી પરિચય આપ્યો એ સાંભળી થોડીવાર માટે મિલિન્દ સમય અને સ્થળનું ભાન ભૂલી જતાં બોલ્યો...‘એએ....એક મિનીટ અંકલ, વાસ્તવિક જિંદગીના રંગમંચ પર પણ કોઈ આવું કિરદાર નિભાવી શકે ? તમે કહ્યું છતાં હજુ પણ મારા માન્યામાં નથી આવતું. નિયતિ આટલી નિષ્ઠુર પણ હોઈ શકે ? મારાં રૂંવાડા ઊભા થઇ ગયાં અને દિમાગ સૂન થઇ ગયું છે’‘હવે તને લાગે છે કે, આપણે સાચી દિશા તરફ જઈ રહ્યાં છીએ ? ઊભા થતાં જશવંતલાલ બોલ્યાં...‘અંકલ...તમે જેટલી જિંદગી જીવી છે, એટલી તો મેં જોઈ પણ નથી. પણ આવી