એક ચુટકી સિંદૂર કી કિંમત - 26

(47)
  • 3.3k
  • 3
  • 1.2k

પ્રકરણ-છવીસમું/૨૬ગળા સુધી દેવલને ખાતરી હતી કે, વૃંદાનો ઉલ્લેખ થતાં મિલિન્દની ફરતે પ્રશ્નો અને પરેશાનીની પરત વીંટળાઈ જશે. મિલિન્દ જાણે કોઈ છુપા અપરાધ ભાવની લાગણીથી પીડાઈને દેવલ સાથે આંખ નહતો મિલાવી શકતો. દેવલનો આશય મિલિન્દના ભૂતકાળની ઉલટ તપાસ કરવાનો નહતો. પણ, દેવલ એવું ઇચ્છતી હતી કે, જો મિલિન્દ અજાણતાથી વિપરીત સમય સંજોગનો શિકાર થઇ કોઈ અસ્પષ્ટ અનુબંધનના બંધનમાં બંધાઈ ગયો હોય તો, ત્રિશંકુ અને શંકા સંપ્રદાય જેવા સંબધોનું ત્વરિત સ્પષ્ટિકરણ કરવામાં અસમંજસતા અને અસમર્થતા અનુભવતા મિલિન્દને કોઈ મધ્યમ માર્ગ માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો તેનો પુરેપુરો હક્ક પણ છે, અને ફરજ પણ. મિલિન્દને પ્રત્યુતર આપવામાં વિલંબ થતાં દેવલ સમજી ગઈ કે,