એક ચુટકી સિંદૂર કી કિંમત - 28

(47)
  • 3.8k
  • 1
  • 1.2k

પ્રકરણ-અઠ્યાવીસમું/૨૮‘તારી જાણ ખાતર કહી દઉં..... દેવલને બધી જ ખબર છે.’સંભાળતા જ જશવંતલાલ બોલ્યાં..‘હેં...અલ્યાં ભારે કરી... આ તારી દીકરી તો તારાથી સવાઈ નીકળી હો.’એટલે નમ્રતાથી જગન બોલ્યો..‘મારી નહીં.. કેસરની. કોઈને ખવડાવીને રાજી થવાનો ગુણધર્મ રક્તકણમાં લઈને અવતરી છે, દેવલ. દેવની દીધેલ છે એટલે પારકાને પોતાના કરી, રાજીપામાં ખુશ રહેવાની કળા સારી રીતે આવડે છે. કોઈ અજાણ્યાંને પણ દુઃખી ન જોઈ શકે. જાત જલાવી દે પણ એક સિસકારો ન સંભળાય.એવી છે દેવલ.’‘આટલી નાની ઉમરમાં આટલી પીઢતા અને પરિપક્વતા જોઈને એવું લાગે જાણે કે કોઈ દંતકથા સાંભળી રહ્યો છું.’ જશવંતલાલ બોલ્યાં‘આ બધી કર્મની લીલા છે, દોસ્ત. ‘આભાર’ જેવું હથિયાર હાથવગું રાખી, કાયમ હળવો