લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-7 કોલેજનું બીજું વર્ષ….. “નેહા....તું રેમ્પમાં રઈજાને....! એક છોકરી ઓછી પડે છે...!” કેન્ટીનમાં બેઠેલી લાવણ્યા નેહાને કહી રહી હતી. “આરવ .... તું શાંતિથી જજે...!” જોકે નેહા આગલા દિવસે આરવ સાથે છેલ્લે થયેલી વાતચિતમાં ખોવાયેલી હતી “એન્ડ ડોન્ટ વરી...તારા દાદીને સારું થઈ જશે...!” “યુ નો નેહા....! સિદ્ધાર્થ અને હું....! બેય કલાદાદીના બવજ ક્લોઝ છીએ...!” બાઇક ઉપર બેઠેલો આરવ બોલ્યો. “હાં...બટ...! તું ઘાઈ-ઘાઈમાં જઈશ ..અને તને કઈંક થયું તો...બધાએ તારી પાછળ દોડવું પડશે...!” નેહાએ ચિંતાતુર સ્વરમાં કહ્યું. “હું શાંતિથીજ જઈશ...! બાય...ચલ...!” આરવ બોલ્યો. “નેહા....ઓય...! ક્યાં ખોવાઈ ગઈ...!?” વિચારોમાં ખોવાયેલી નેહાને જોડે બેઠેલી લાવણ્યાએ ટપારી. “હમ્મ...! હાં...હાં....! સોરી...!” આરવનાં વિચારોમાં