એક પૂનમની રાત - પ્રકરણ-10

(126)
  • 8.5k
  • 5
  • 5.7k

એક પૂનમની રાત પ્રકરણ-10 દેવાંશ અને સિધ્ધાર્થ સાવધાનીપૂર્વક વાવ તરફ આગળ વધી રહેલાં. દેવાંશ વાવની નક્ષી અને કોતરણીવાળી બાંધકામની રીત અને સુંદર રચના જોઇને બાંધણી જોઇ ખુશ થઇ ગયો એનાંથી બોલાઇ ગયું વાહ શું બાંધણી છે ? કેટલી સુંદર વાવ છે આવું બાંધકામ અત્યારે જાણે શક્ય નથી શું આપણો સ્થાપત્ય વારસો છે ? સિધ્ધાર્થ પણ જોઇને ખુશ થઇ ગયો એણે કહ્યું ખરેખ ખુબ સુંદર બાંધણી છે આવી સુંદર વાવ આમ અવાવરૂ થઇને પડી છે ? સરકારનું ધ્યાન દોરીને આનું નવસર્જન કે એની જાળવણી કરાવવી જોઇએ. બંન્ને જણાં આમ વાવનાં વખાણ કરતાં આગળ વધી રહેલાં અને વાવમાંથી એકમદ ઘૂંટાયેલો છતાં મીઠો અવાજ