મન : સંબંધ મિત્રતા નો - 71

  • 2.4k
  • 788

નિયા એ દિવસ એ તો સૂઈ ગઇ શાંતિ. પણ બીજા દિવસ થી એની શાંતિ નો ભંગ થઇ ગયો હતો. પ્રિયંકા બેન વાત વાત માં નિયા ને એ જ પૂછતાં શું વિચાર્યું ? બે દિવસ પછી નિયા હજી જોબ પર થી આવી ને ફ્રેશ થઈ ને બેસી હતી ત્યાં પ્રિયંકા બેન બોલ્યા, " નિયા બે દિવસ થયા શું વિચાર કર્યો ?" " શેનું " " જમાઈ માટે નું ?" " મમ્મી થોડી શાંતિ તો રાખો. આજ ના દિવસ માં તમારા વીસ મેસેજ હતા આજ સવાલ ના. " " તો તું કહેતી નથી તો વિચાર્યું મેસેજ કરી જોવ " પ્રિયંકા બેન બોલ્યા.