આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-17

(92)
  • 7.1k
  • 3
  • 4.4k

આઇ હેટ યુપ્રકરણ-17 વરુણ અને હેતલ બંન્ને એનાં ખાસ મિત્ર મૃગાગંનાં ફલેટ પર એકાંતમાં મળી પ્રેમ કરી રહેલાં. હેતલની ફરિયાદ સામે વરુણ આશ્વાસન આપી રહેલો કે આપણે હવે મળીશું ભલે નંદીનીને ખબર પડે મને ચિંતા નથી કોઇ ડર કે ફિકર નથી. આપણે મારાં ફલેટ પર પણ મળીશું. બંન્ને જણાંએ દારૂનો અને પ્રેમનો નશો કરેલો એમાં તૃપ્તિ મેળવવી હતી વધારે બિન્દાસ રીતે વરુણ વર્તી રહેલો. હેતલે એને ટોણો મારતાં કહ્યું એ વરુણ કે આ તું નશામાં નથી બોલી રહ્યો ને ? કારણ કે તું ભૂલી જઇશ પણ હું નહીં ભૂલુ વરુણે કહ્યું નશો તો તારાં પ્રેમનો છે એટલે હું નહી ભૂલું