લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-8 કોલેજનું બીજું વર્ષ….. “સ...સોરી હું ...લ....લેટ થઈ ગ્યો....!” સ્ટેજના આગળના છેડે માઇક ઉપર આરવ ઓડિયન્સ સામે જોઈને બોલી રહ્યો હતો. સ્ટેજની નજીક જમણી બાજુ લાવણ્યા હવે નેહા, પ્રેમ, વગેરે જોડે ઓડિયન્સમાં ઊભી હતી. “પણ લાવણ્યા...! આરવ...!? કેમ...!?” જોડે ઊભેલી નેહાએ આરવને સ્ટેજ ઉપર જોતાં મૂંઝાઈને પુછ્યું. “પૂછીશજ નઈ…!” લાવણ્યા દાંત ભીંચીને બોલી “સંજયને તો હું જોઈ લઇશ....!”ઊંડા શ્વાસ ભરતો-ભરતો આરવ ઓડિયન્સ સામે જોઈ રહ્યો હતો. સામે રહેલી ભીડ અને આગળની રૉ માં બેઠેલાં જજીસને જોઈને આરવના માથે પરસેવો વળવા લાગ્યો. પોતાનાં ધબકારા વધતાં તેણે અનુભવ્યાં. “કયું સોંન્ગ ગવ….!” નર્વસ થઈ ગયેલાં આરવને કઈં ના સૂઝતાં તે મનમાં