સુંદરી - પ્રકરણ ૧૦૩

(137)
  • 4.9k
  • 4
  • 2.4k

એકસો ત્રણ “શું થયું? ઓલ ઓકે?” સુંદરીએ પૂછ્યું. “હ... હા... એમને માથું દુઃખતું હતું એટલે હું જરા મસાજ...” ઈશાની હજી ગભરાઈ રહી હતી એને લાગ્યું કે ક્યાંક સુંદરીએ કશું અલગ જ નથી સમજી લીધુંને? “કશું કહ્યું ડોક્ટરે? હું ગયો હતો એમની કેબીનમાં પણ એ તો નીકળી ગયા હતા.” વરુણે ઇશાનીને પૂછ્યું. “મને નર્સે ખાલી એટલું જ કહ્યું કે આમને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કર્યા છે. એમને જ્યુસ આપવાનું કહ્યું એટલે હું કેન્ટીનમાંથી આ લેતી આવી. ના પાડતા હતા પીવાની પણ પરાણે દોઢ ગ્લાસ જેટલો જ્યુસ પીવડાવ્યો છે.” ઈશાનીએ સુંદરી અને વરુણને બધીજ માહિતી આપી. “થેન્ક્સ ઈશુ. તેં મારા શ્યામલભાઈની આટલી