આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-21

(90)
  • 6.6k
  • 3
  • 4.1k

આઇ હેટ યુપ્રકરણ-21 રાજ નંદીનીને મૂકવાં એનાં ઘરે તૈયાર થયો અને સાથે એનાં મંમી પપ્પા આવ્યાં. નંદીનીને થોડું આશ્ચ્રર્ય થયું પણ સારું લાગ્યું. સાથે સાથે એનાં મનહૃદયમાં કંઇક અમંગળ એહસાસ થઇ રહેલાં. નંદીનીનાં ઘરે પહોંચી રાજ નંદીની પહેલાં ઘરમાં આવ્યાં. નંદીનીએ એની માંને કહ્યું માં રાજનાં પાપા મંમી આવ્યા છે પાપાની ખબર કાઢવા. નંદીનીનાં મંમીએ એમને આવકાર્યા. નંદીનીનાં પાપા મંમી અંદર આવ્યા અને ડ્રોઇગરૂમમાંજ સૂવાડેલાં પાપાની ખબર પૂછી. નંદીનીનાં પાપાએ બેસવાનો પ્રયત્ન કર્યો અને રાજે એમને ટેકો આપી બેસાડ્યાં. નંદીનીને ગમી રહેલું કે રાજ કાળજી લઇ રહ્યો છે. રાજનાં પાપાએ કહ્યું તમે તમારી તબીયત સાચવજો કોઇ ચિંતા ના કરશો પછી