મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૩

  • 2.1k
  • 890

શિક્ષકત્વ ની માનવતા ભાગ ૨(ગતાંકથી ચાલુ ) અહી બેય વાતનો સાચો તાગ મેળવવા મે વર્ગમાં એ દીકરીને ઓળખી, તપાસ કરતાં ખબર પડી કે, એ પિતાની એકની એક અને લાડકી ઉપરાંત શિક્ષણ કચેરીમાં ઓફિસર એના પિતા હોવાને કારણે પાપાના પદના જોરે જરા છકી ગયેલ. અગાઉની શાળામાં એના અધુરાશ માટે કોઈ કઈ કહેતું નહીં કે આખ આડા કાન કરતાં ! અહી જ્યારે મંત્રીની ચૂંટણી થાય ત્યારે દેશની લોકશાહી પ્રક્રિયા સમજાવી હું વર્ગના સહુને એમ કહું કે સારું નરસું બધુ વિચારીને જે નેતા તરીકે યોગ્ય હોય એને જ ચૂંટવા વગેરે...હવે આ દરમ્યાન એનું ગૃહકાર્ય રોજ અધૂરું રહેતું અને હું મારી આદત મુજબ રોજ એને પ્રેમથી ટોકતી, નિયમિત બનવા માટે.. પછી મારા નિયમ મુજબ 5