My 20years journey as Role of an Educator - 33 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૩

શિક્ષકત્વ ની માનવતા ભાગ ૨

(ગતાંકથી ચાલુ )

અહી બેય વાતનો સાચો તાગ મેળવવા મે વર્ગમાં એ દીકરીને ઓળખી, તપાસ કરતાં ખબર પડી કે, એ પિતાની એકની એક અને લાડકી ઉપરાંત શિક્ષણ કચેરીમાં ઓફિસર એના પિતા હોવાને કારણે પાપાના પદના જોરે જરા છકી ગયેલ. અગાઉની શાળામાં એના અધુરાશ માટે કોઈ કઈ કહેતું નહીં કે આખ આડા કાન કરતાં ! અહી જ્યારે મંત્રીની ચૂંટણી થાય ત્યારે દેશની લોકશાહી પ્રક્રિયા સમજાવી હું વર્ગના સહુને એમ કહું કે સારું નરસું બધુ વિચારીને જે નેતા તરીકે યોગ્ય હોય એને જ ચૂંટવા વગેરે...હવે દરમ્યાન એનું ગૃહકાર્ય રોજ અધૂરું રહેતું અને હું મારી આદત મુજબ રોજ એને પ્રેમથી ટોકતી, નિયમિત બનવા માટે.. પછી મારા નિયમ મુજબ 5 વાર નામ આવે એટલે વાલીને મળવા બોલાવું જે એની બાબતમાં બન્યું ..પણ એના વાલી ( ઓફિસર સાહેબ , જેમને હુંઓળખતી ન હતી, ને ઓળખતી હોત તો પણ મારા માટે સહુ સમાન ની ભાવના ને કારણે જજ હોય કે ઓફિસર, પ્રથમ વર્ગના કે ચોથા વર્ગના, સહુને સમાન ન્યાય મળે ને બધા માટે સમાન નિયમ લાગુ પડે) મને મળવા ન આવ્યા.એટલે કદાચ હું વર્ગમાં એને વઢી પણ હોઈશ. આમાં મને ખબર નહી પણ શું થયું કે એને ઓછા વોટ મળ્યા ને એ નેતા તરીકે ન ચૂંટાઈ એનો આરોપ એણે મારા પર નાખી પાપાને ઘરે શું વાતો કરી હશે ? ખેર બાળક પોતાની ભૂલ છુપાવવા શિક્ષકને ખરાબ ચિતરે અને વાલીનો તેના પરનો આંધળો વિશ્વાસનો ગેરલાભ લે એવું જ બન્યું. જેના પરિણામે તેઓ આજે નક્કી કરીને આવ્યા હતા કે ગમે તેમ પણ આજે તેઓ મારી ભૂલ કાઢી મને હેરાન કરવાના હતા (એ વાત એમના જ વર્તુળમાં તેમણે કહેલુ એમ મને પછીથી જાણવા મળ્યું!)

ઓફિસરની દીકરી નેતા ન બની શકી એ અહમ ઘવાયાનો ભોગ આજે હું બની હતી !!! આખી વાતનું તારણ મળી ગયું ! ખરેખર બહુ જ શરમ આવી કે શિક્ષણના ઓફિસરે તો અમને શિક્ષકોને ભાવિ નાગરિક તૈયાર કરવા સાચું માર્ગદર્શન આપવાનું હોય એની જગ્યા એ આમ દીકરી નેતા ન બની શકવાના અને પોતે એક વાલી તરીકે મને મળવા ન આવ્યાની ભૂલ કરવા છતાં મને હેરાન કરવા માંગતા હતા. પણ ખેર મારા મનમાં એની દીકરીને હેરાન કરવાનું કોઈ પાપ નહોતું,માત્ર સાચી કેળવણી આપવાની સાચી કર્મનિષ્ઠા જ હતી એટલે મારા એ શુધ્ધ ભાવે કુદરત મદદે આવી.ને તેઓ મને કઈ ન કરી શકયા.

અમુક સમય બાદ તો દીકરી જાતે મને સમજી શકી, મારી સાથે દુર્ભાવ છોડી, વાતો કરતી થઈ ગઈ.તે ભણી શાળા છોડી જતી રહી, થોડા વર્ષો બાદએક વખત બાજુના શહેરમાં એક કલાક જેટલા અંતરે હું ને મારી મિત્ર કોઈ કામે ગયા હતા પાછા વળતી વખતે વાવાઝોડાનું તોફાન શરૂ થયું અમને ચિંતા હતી કે જલ્દી ઘરે પહોચી જઈએ પણ ખાનગી વાહનના ડ્રાઇવરે કહ્યું કે વાહન ભરાય પછી જ ઉપડીશ ને એમાં પણ જો વરસાદ ચાલુ થાય તો ઊપડતાં વાર લાગશે! બપોરનો ભોજનનો સમય હતો એટલે ભૂખ કકડીને લાગી હતી, અમને થયું કે કઈક નાસ્તો લઈ લ ખબર નહીં ક્યારે ઘરે પહોચીશું.ત્યાં વાવાઝોડું શરૂ થવાની બીકે ઉભેલા સહુ નાસ્તા વાળા જતાં રહ્યા હતા એક લારી વાળા પાસે છેલ્લી 4 દાબેલી બચી હતી બંને મિત્રને કકડીને ભૂખ લાગી હોવાથી એ લઈને ગાડીમાં બેઠા.ત્યાં એક ભાઈ પણ ગાડીમાં આવીને બેઠા હતા. અમને જોઈ સ્માઇલ આપ્યું.મને યાદ ન હતું એ કોણ છે, પણ વળતું સ્માઇલ આપી દીધું. ત્યાં મારી મિત્રએ મને કાનમાં કહ્યું : ઓળખ્યા સાહેબશ્રીને ? તને હેરાન કરી હતી એ રિધ્ધિના પાપા ! મે કહ્યું અરે એ કેમ આવા થઈ ગયા છે ? મિત્ર કહે ભૂખના માર્યા એમના હાલ બેહાલ છે ને ભલે ભૂખ્યા રહેતા એ જ લાગના છે ચલ આપણે શાંતિથી ખાઈ લઈએ.. એવું લાગ્યું કે એમની એ સમયની હરકત પછી તેઓ જરૂર પસ્તાયા હશે, પણ અહમ ના કારણે મારી માફી ન માગી હતી.મે વિવેક ખાતર એમને એક દાબેલી ધરી તેમણે ના પાડી. દરમ્યાન અમે ખાવાનું શરૂ કરતાં હતા,મે અડધી દાબેલી ખાધી ત્યાં મારો મોબ રણક્યો, મે મિત્રને કહ્યું તું ખાઈ લે તને બહુ ભૂખ લાગી છે ને ? મારો કોલ લાંબો ચાલશે હું પછી થી ખાઉ છુ.મિત્રએ પોતાની બે દાબેલી પૂરી કરી.મારા કોલ દરમ્યાન આડ કતરી રીતે હું એ સાહેબનું અવલોકન કરતી રહી. શિક્ષક જીવ કરતાં માનવતા ને નાતે મે અમને મારી બાકી દોઢ દાબેલી આપી, પરાણે ખવડાવીને પાણીની બોટલમાંથી પાણી આપ્યું. હું ખોટું જ બોલી કે મને ભૂખ નથી મે તો હમણાં જ નાસ્તો કર્યો હતો. આ તો મિત્રને સાથ આપવા લીધું હતું.મે પાકીટમાથી એક પીપર એક ચોકલેટ ખાઈ પાણી પીધું ( કોઈના સારા માટે જૂઠું બોલવું પાપ નથી ને એમાં પણ ખાસ માનવતાની દ્રષ્ટિએ બોલેલું જુઠ પાપ ન કહેવાય ) ખાધા પછી એ મારી સાથે આખ મિલાવી ન શકતા હતા વાતાવરણ હળવું બનાવવા હું એમની સાથે હળવા મૂડમાં વાતો કરી રહી હતી, ત્યારે એમણે કહ્યું કે એમનો ગઈકાલનો ઉપવાસ હતો ને આજે અહી આવી કઈક લેવાના હતા પણ કઈ મળ્યું નહીં, ડાયાબિટીસના દર્દી હોવાને નાતે ખાધા વગર એમને બહુ તકલીફ થતી હતી... માત્ર એમની આખોનો પસ્તાવો કહી રહ્યો હતો કે તે દિવસે તેમણે મારી સાથે કઈક ખોટું કર્યાનો અહેસાસ છે પણ એ અપકાર પર ઉપકાર જોઈ એટલા શરમાયા હતા કે માફી માંગવાને લાયક પણ ન રહ્યા !! ત્યાં વાવઝોડું ને વરસાદ શરૂ થયું અમે 4 કલાકે ઘરે પહોચ્યા.

હું ભૂખી રહી ને એમને ખવડાવ્યું એટલે મિત્ર નો ગુસ્સો સહન કરવાનો જ હતો, મે એને કહ્યું શિક્ષક તરીકે એમણે ભલે મારૂ અપમાન કર્યું ને એનો બદલો લેવાનો મોકો પણ હતો, પણ જો હું એના જેવુ જ કરું તો એનામાં ને આપણામાં ફર્ક શું રહે ? એ સમયે એ એક દીકરીના પિતા હતા ને કદાચ સત્તાની રૂએ ભૂલ કરી પણ હોય ! શિક્ષક તરીકે આપણે વિધ્યાર્થીને માનવતા શીખવીએ છીએ ને ? તો પ્રથમ આપણે માનવ થવું જરૂરી છે ને ? મિત્રો મે યોગ્ય જ કર્યું ને ? કે નહીં ?

ખાસ ઓફિસર્સ કે પ્રથમ વર્ગ તરીકે નોકરી ધરાવતા અથવા પૈસાદાર વાલી કે જેઓ પોતાના સંતાનોમા, આંખો બંધ કરી અઢળક વિશ્વાસ (એવો કે જે મોહમાં અસત્ય સત્ય નો ભેદ પણ ન પારખી શકે !) એ સહુ મિત્રોને આજનો લેખ અર્પણ.....