લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-11 કોલેજનું બીજું વર્ષ….. “ઝીલને જોવાં છોકરાંવાળા આવે છે...! ઝીલને જોવાં છોકરાંવાળા આવે છે...!” સરગુનબેને કહેલી વાત ઉપર આરવને જાણે વિશ્વાસજ ના થયો. મોઢામાં મૂકવા માટે ઉઠાવેલી જલેબીને આરવ હાથમાં પકડીને આરવ મોઢું પહોળું કરીને પૂરીઓ તળી રહેલાં સરગુનબેન સામે જોઈ રહ્યો. “મામી...!? ખરેખર...!?” આરવને હજી વિશ્વાસ નહોતો આવતો. “હાં....!” સરગુનબેને ટૂંકમાં જવાબ આપ્યો. “પણ...પણ...! અત્યારે...!? આટલું જલ્દી...! આઈ મીન...! આતો કોઈ ટાઈમજ નઈ...!” આરવને જાણે કશું સમજ જ ના પડી કે શું બોલવું. “મામી.... ઝીલ ક્યાં છે...!?” આરવે ઉતાવળા સ્વરમાં પૂછ્યું.“એનાં રૂમમાં તૈયાર થાય છે....!” તળાઈ ગયેલી પૂરીઓ તાસમાં કાઢતાં-કાઢતાં સરગુનબેન એવાંજ ઢીલા સ્વરમાં બોલ્યાં.