ફરી મળીશું !! - પ્રકરણ - 14

  • 2.2k
  • 1
  • 836

પ્રકરણ : ૧૪ રોજના સમય કરતાં આજે થોડો વહેલો ઓફિસે પહોંચી ગયો. ઓફિસે પહોંચ્યાંની સાથે પ્રણવસરની કેબિનમાં પ્રવેશ્યો. કદાચ તેઓ પહેલેથીજ મારી રાહ જોઇને બેઠા હોય તેવું લાગ્યું. મને જોતાંની સાથે જ તેઓ કહેવા લાગ્યા. 'મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે. તું ઈસ્પેક્ટર સાથે મળીને ગોડાઉન પરથી મિશ્રાની ધડપકડ કરવી લે. એ હરામીને તો હું છોડીશ નહીં.' તેમના શબ્દોમાં જબરદસ્ત આક્રોશ દેખાઈ રહ્યો હતો. આટલા સમયમાં મેં પ્રણવસરને ક્યારેય આટલા અકળાયેલા નહોતા જોયા. ઓફિસથી નીકળી હું પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં જઈને ઈસ્પેક્ટર સાથે વાત કરી. મારા પહોંચ્યા પહેલા ઈસ્પેક્ટરની પ્રણવસર સાથે બધી વાત થઈ ગયેલ હતી. આમપણ મોટા માણસોના સંબંધ છેક