અધૂરો પ્રેમ (સીઝન ૨) - 10 - છેલ્લો ભાગ

(26)
  • 3.6k
  • 1
  • 1.1k

પાંચ વર્ષ પછી આકસ્મિક રીતે મળેલા, સિધ્ધાર્થ અને તારા, આજે ખૂબ ખુશ છે, એમના પ્રેમસંબંધને હવે, એક નામ મળવાનું છે. બન્ને હંમેશ માટે એક થવાના છે. સિધ્ધાર્થના નામ પાછળ, હવે તારાનું નામ જોડાવાનું છે. સિધ્ધાર્થ તારાને કપાળ પર વ્હાલ ભરેલું ચુંબન કરે છે. બન્ને ક્યાંય સુધી, એકબીજાના ખભેથી ખભા ટેકવીને બેસી રહે છે. રડતી સીતારાનો વિડિઓ કોલ આવે છે, જે તારા વોશરૂમમાં હોવાથી, સિધ્ધાર્થ ઉપાડે છે. સિધ્ધાર્થ ખૂબ સરસ રીતે, મમ્મા વોશરૂમમાં છે અને સિતારા એની સાથે વાત કરી શકે છે કહીને, એને ચૂપ રાખે છે. સીતારાને કોઈ પુરુષ સાથે વાત કરતા સાંભળીને, નંદાબેન સ્ક્રીન પર સિધ્ધાર્થની તરફ નજર નાખે છે. નંદાબેન