પૈડાં ફરતાં રહે - 11

  • 2k
  • 880

11 ચાલો, આજથી ઇ સાચી ભાષા બોલવાનું નક્કી. પણ પડી ટેવ એમ ઝટ છૂટે? હવે તો સાચું જ બોલવાનું નક્કી કરી હું મારી સાપુતારાની ટ્રીપ માટે નીકળ્યો. માતાજી સામે નીચા વળી મેં અગરબત્તી કરી, માતાજી આગળ લાલ લાઈટ કરી ને 'જે માતાજી' કરતો મારી સીટ પર ગુડાણો ને બસ સ્ટાર્ટ કરી. આ વખતે ઓલો છોકરો કાર્તિક ફરી મારો કંડકટર હતો. નાથગર બાવાજી ક્યાં? વડોદરાથી ઈને ક્યાં મોકલ્યા? મેં મારી વહાલી 1212 ઉપાડી ત્યારે સુરજ મહારાજ રન્નાદેને મળવા ઉતાવળા ઉતાવળા ભોં માં થઈ ઇમના મહેલે જતા હતા. નવસારીથી જેમ આગળ જઈએ એમ જંગલ જેવો વિસ્તાર આવતો જાય. રસ્તા સાંકડા થતા જાય.