અમૂલ્ય ઝવેરાત

  • 3.3k
  • 992

સૈકાઓ જૂની વાત છે પણ આજે પણ એટલી જ સચ્ચાઈ થી લાગુ પડે છે. એક કુશળ વ્યાપારી બજારમાં સાવ અમસ્તા જ ફરી રહ્યો હતો. કોઈ ખાસ ખરીદી કરવા માટે નહીં પણ બજારના હાલચાલ જાણવા માટે જ બજારમાં ટેહલતો ટહેલતો નીકળ્યો. ત્યાંજ એની નજર એક જાતવાન ઓલાદના જુવાન ઊંટ ઉપર પડી. ઊંટ નો માલિક બજારમાં ઊંટ નો સોદો કરવા આવ્યો હતો. વ્યાપારીને ઊંટ જોતાંવેંત જ ગમી ગયો. ઊંટ નો માલિક અને વ્યાપારી બંને વેપારી વાટાઘાટો માં પાવરધા હતા. વિસ્તારપૂર્વક વાટાઘાટો થયા બાદ અંતે સોદો નક્કી થયો. વેપારી નક્કી થયેલ દામ ચૂકવી ને ઊંટ ને લઈ ને પોતાના ઘેરે આવ્યો. વેપારી પાસે