વાનગી માં પગેરું - 2

  • 3k
  • 1.3k

કોઈ પ્લાસ્ટિક બોક્સ કે બરફની ટ્રે કે પાણી પીવાના ગ્લાસ ક્યાંય પણ એક અંશ પણ મળ્યો નથી. હા, એક લાંબી સળી આકારની ચમચી પર ઝેર ની ઓળખ મળેલ છે જે કદાચ એના મોમાં ગઈ હોય પણ એણે એ ચમચી વડે કોળિયો ઉપાડ્યો એવું જણાતું નથી. “તો પછી અંડા રોલમાં ? એ તો અલગ રેપર માં જ આવ્યા હશે ને?” દયાએ હોઠ મચકોડ્યા, “અંડા રોલ માં ઝેર ઘુસાડવું શક્ય નથી. તમામ ખોરાક ઘણા બધા લોકોની નજર સામે તૈયાર કરવામાં આવ્યો હતો અને પેક થયો હતો. જો બાકીના તમામ પાંચેય અંદરોઅંદર મળી જાય તો જ અંડા રોલ માં ઝેર ઘૂસાડવાનું શક્ય બને.