લવ રિવેન્જ-2 Spin Off - Chapter 13

(47)
  • 4.8k
  • 2
  • 2.2k

લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-13 “લાવણ્યા...! આઈ એમ સો સોરી યાર...! પ્લીઝ વાત તો કર મારી જોડે...! આવું શું કરે છે....!?” સવાર-સવારમાંજ આરવે લાવણ્યાને કૉલ કરી દીધો હતો. એક-બેવાર કટ કર્યા પછી કોલેજ જતાં-જતાં લાવણ્યાએ છેવટે આરવનો ફોન ઉપાડી લીધો હતો. સોસાયટીમાંથી નીકળી હવે લાવણ્યા મેઇન રોડ ઉપર ચાલતાં-ચાલતાં આવી અને ઓટોવાળાને શોધતાં-‘શોધતાં આરવ જોડે ફોન ઉપર વાત કરી રહી હતી. “આરવ…! સવાર-સવારમાં મારું મૂડ ખરાબ નાં કરને...!” લાવણ્યા ચિડાઈને બોલી અને પોતાની સાઇડે આવી રહેલાં એક ઓટોવાળાને જોઈને હાથ કર્યો. “પણ..!” “આરવ...! મેં કીધુંને...! મારે અત્યારે કોઈ વાત નઈ કરવી...! તું ફોન મૂક...!” લાવણ્યા એજરીતે બોલી