લઘુતા

(12)
  • 2.7k
  • 972

"મિશા રૂમમાં ભરાઈ ગઈ છે...સંદીપ..ફરી એનું મગજ છટક્યું લાગે" બાએ પોતાના દીકરાને બૂમ પાડી બોલાવ્યો.સંદીપ દોડતો આવ્યો,ધીમેથી મિશાનાં રૂમનો દરવાજો ખખડાવ્યો..પણ દરવાજો હાથ લગાવતાં જ ખુલી ગયો.મિશા રૂમનાં આદમકદનાં અરીસા સામે મેકઅપનાં થપેડા કરી ગુમસુમ બેઠી હતી.સંદીપ ધીમેથી પાસે આવ્યો અને કહ્યું," આ શું મારી સુંદર પત્ની આટલો મેકઅપ કરી કેમ બેઠી છે?!"પણ કોઈ જ વળતો જવાબ મળ્યો નહિ.બાજુમાં એક નોટ-પેન પડ્યાં હતાં.સંદીપે નોટ ઉઠાવી પાંચ-છ પાના ફેરવીને જોયું તો દરેક પાનાં પર એક જ વાક્ય લખેલું દેખાયું,"હું સુંદર છું." સંદીપ કંઈ સમજ્યો નહિ. એની નજર ઓશિકા